હોલિવૂડ ફિલ્મ ‘અલ્લાદીન’માં અરમાન મલિક અને બાદશાહનો કંઠ હશે

બોલિવૂડના બે મોખરાના ગાયક-સંગીતકારો અરમાન મલિક અને રેપર બાદશાહને ડિઝની ક્લાસિકે પોતાની અલ્લાદીન ફિલ્મના હિન્દી રૃપાંતર માટે સાઇન કર્યા હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મના હિન્દી રૃપાંતરમાં અલ્લાદીનના મુખ્ય પાત્રને ગાયક સંગીતકાર અરમાન મલિક પોતાનો કંઠ આપશે અને રેપર ગાયક બાદશાહ એક ગીત ગાશે એવી જાહેરાત ડિઝની ઇન્ડયા તરફથી કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી હોલિવૂડની સુપરહિટ નીવડતી ફિલ્મોના ભારતીય ભાષાઓમાં, ખાસ કરીને હિન્દી તથા તમિળ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં રૃપાંતર રજૂ થતા રહ્યા છે અને એ માટે સંબંધિત ભાષાના કલાકારોને હોલિવૂડની આ ફિલ્મોમાં પોતાનો કંઠ આપવાની તક મળતી રહી છે.
બાદશાહે એક નિવેદનમાં હતું કે અલ્લાદીને મારા બાળપણની કેટલીક યાદોને તાજી કરી આપી છે. આ કથા બાલપણમાં મને ખૂબ આકર્ષતી હતી. હું સતત આ કથાના નાયકના સપના જાતો હતો. હવે એને માટે મને ગાવાની તક મળી રહી છે એને હું મારું સદ્ભાગ્ય સમજું છું.