હૈદરાબાદઃ એરપોર્ટ પરથી ૩ કિલોથી વધુ સોના સાથે બેની ધરપકડ

ANI

હૈરાબાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓને મોટી સફળતા મળી છે. બુધવારે અહીં અધિકારીઓએ ૨ લોકોની ધરપકડ કરી છે, જેમની પાસેથી ૩.૩૨૯ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટના અધિકારીઓ બંને લોકોની પૂછપરછ કરી રહ્યા છે.
જણાવવામાં આવી છે કે, હૈદરાબાદ એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આ બંને યાત્રિઓ પર શંકા થઈ. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તે બંને યાત્રિઓએ કોઈ પદાર્થ પોતાના પેટની અંદર સંતાડીને રાખ્યો છે. તપાસ બાદ સામે આવ્યું કે, બંને યાત્રિ લગભગ ૩.૩૨૯ કિલોગ્રામ સોનું પેસ્ટરૂપે પોતાના પેટની અંદર સંતાડીને લઈ જઈ રહ્યા હતા. હાલ બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.