હું હજુ ૨૧ વર્ષનો, મેચ્યોરિટી આવતાં વાર લાગશેઃ ઋષભ પંત

હાલમાં જ ભારતીય સિલેક્શન કમિટીએ આગામી વર્લ્ડ કપ માટે ટીમની ઘોષણા કરી હતી. પણ ટીમમાં યુવા બેટ્‌સમેન અને વિકેટકિપર ઋષભ પંતને જગ્યા ન મળતાં લોકો ચોંકી ગયા હતા. ટીમ સિલેક્શનના ૧૦ દિવસ બાદ ઋષભ પંતે આ મામલે પોતાની ચૂપ્પી તોડી પ્રતિક્રિયા આપી હતી.
પંતે  કે, ‘જ્યારે તમે સિલેક્ટ નથી થતાં, ત્યારે ખૂબ જ ખરાબ લાગે છે. મને હવે તેની ટેવ પડી ગઈ છે. પણ એક પ્રોફેશનલ ખેલાડીને આ પ્રકારની સ્થતિઓનો સામનો કરતાં આવડવું જાઈએ. ટીમ સિલેક્શન કમિટીના ચેરમેને એમએસકે પ્રસાદે આ મામલે પંતની મેચ્યોરિટી પર સવાલ ઉઠાવ્યા હતા. અને  હતું કે, ‘તે મેચ ખતમ નથી કરી શકતો. જેના જવાબમાં પંતે  કે, હું કોઈ પણ ટીકાને સકારાત્મક રીતે લઉ છું. મેચ પુર્ણ કરવી મહત્વપુર્ણ છે, અને તે માટે સતત હું શીખી રહ્યો છું. તમે ફક્ત તમારા અનુભવો અને ખામીઓમાંથી જ શીખો છો.’
સાથે પંતે કે, વસ્તુઓ એક રાતમાં જ નથી બદલાતી. હું ફક્ત ૨૧ વર્ષનો છું. અને એ ખૂબ જ મુશ્કેલ છે કે, હું ૩૦ વર્ષની વ્યક્ત તરીકે વિચારી શકું.