હું સેનામાં હતો ત્યારે ૧૦૦થી વધુ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હશેઃ અમરિંદર

પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન તાક્્યું છે. મોદી સરકારે પાકિસ્તાનમાં પ્રથમ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એવા ભાજપના દાવા પર અમરિન્દર સિંહે નિશાન તાક્તા  કે, વડાપ્રધાને ઈતિહાસની જાણકારી મેળવવાની જરૂર છે.
એક ઈન્ટરવ્યૂમાં અમરિન્દર સિંહે  કે, ભાજપને ઈતિહાસની જાણકારી નથી. જે કોઈ પણ સૈનાના ઈતિહાસ અંગે જાણતું હશે તેને એ વાતનો ખ્યાલ હશે કે, આ પહેલા પણ ઘણી વખત સ્ટ્રાઈક (સર્જિકલ સ્ટ્રાઈક )થઈ ચૂકી છે. જ્યારે ૧૯૬૦ના દાયકામાં હું સેનામાં હતો તો, ૧૦૦ સ્ટ્રાઈક થઈ હતી. તેમણે (ભાજપે) માત્ર નવું નામ સર્જિકલ સ્ટ્રાઈક આપ્યું છે. અમે લોકો આ સ્ટ્રાઈકને ક્રોસ બોર્ડર રેડ કહેતા હતાં. મહત્વનું છે કે, અમરિન્દર સિંહ વર્ષ ૧૯૬૩થી ૧૯૬૬ વચ્ચે ભારતીય સેનાની શીખ રેજીમેન્ટમાં સેવા આપી હતી.
અમરિન્દર સિંહે  કે, વર્ષ ૧૯૪૭માં કોણ વડાપ્રધાનુ હતું? ૧૯૬૨માં કોણ વડાપ્રધાન હતું? એ જ રીતે ૧૯૬૫ અને ૧૯૭૨માં કોણ વડાપ્રધાન હતું? આપણે પાકિસ્તાનના ટુકડા કર્યા હતાં. ઈÂન્દરા ગાંધીએ આ મામલે ઘણુ બધુ કર્યું પરંતુ તેમણે કયારેય એમ નથી  કે, આ કામ મેં કર્યું છે. તેમણે માત્ર એટલું  કે, તે ભારતીય સેના અને ફિલ્ડ માર્શલ માણેકશાની ખુબ આભારી છે. તેમણે કરેલા કામનો શ્રેય અન્ય લોકોને આપ્યો પરંતુ આ વ્યક્ત કહે છે કે, મે આ કર્યું છે. તમે કોણ છો ભાઈ? આ તમારી સેના નથી આ ભારતની સેના છે.