હું મોબાઈલ એડિક્ટ નથીઃ અદા શર્મા

બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા અહીં એટલી ચાલી નથી, પરંતુ હવે તે વેબ સિરીઝ તરફ વળી છે. વેબ કન્ટેન્ટમાં આ તેનું ડેબ્યૂ છે. તે કહે છે કે મને કહાણી દિલચસ્પ લાગી. તેથી મેં વેબ સિરીઝ માટે હા કહી. આજની યુવા પેઢી માટે ડિપ્રેશન સૌથી મોટી સમસ્યા છે. ૧૦માંથી સાત બાળકો ડિપ્રેશનથી પરેશાન છે. તેમને ક્્યાંય સુધી એ જાણ પણ થતી નથી કે આટલું ડિપ્રેશન તેમનામાં આવ્યું ક્્યાંથી અને શા માટે?
અદાને ક્્યારેય ડિપ્રેશને પરેશાન કરી નથી. તે કહે છે કે મારા દિલની દરેક વાત મારાં માતા-પિતા જાણતાં હતાં. હું આઉટડોર શૂટિંગ પર પણ જઉં તોય માતા સાથે વીડિયો કોલ પર ખૂબ જ વાતો કરતી. અમારી વચ્ચે ટ્રાન્સપરન્ટ સંબંધો રહ્યા, જાકે એ વાત અફસોસની છે કે હવે પરિવાર વચ્ચે મોબાઇલે એક મહ¥વનું સ્થાન લઇ લીધું છે.
અદા કહે છે કે હું મારા મોબાઇલને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ જા મોબાઇલ મારી સાથે ન હોય તો હું બેકાબૂ બનતી નથી. આજકાલ બધાં કામ ફોન પર થઇ જાય છે. મારી માતા બે મહિના માટે કુંભમેળામાં ગઇ હતી. હું તેને બધું જ પૂછીને કરતી હતી. ખાવાનું કેવી રીતે બનાઉ, દાલમાં તડકો કેવી રીતે લગાઉ.