હું જય શ્રી રામ બોલુ છું,મમતા દીદીમાં હિંમત હોય તો મારી ધરપકડ કરી બતાવેઃ અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે પશ્વિમ બંગાળના જયનગરમા જનસભા સંબોધિ છે. આ દરમિયાન તેમને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. શાહે  કે, “મમતા દીદી કહે છે કે બંગાળમાં જય શ્રીરામ ન બોલી શકીએ. હું આ મંચ પરથી જયશ્રી રામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાતા જવાનો છું. મમતા દીદી હિંમત હોય તો મને રોકીને બતાવો અને ધરપકડ કરો.” શાહની આજે બંગાળમાં ત્રણ રેલીઓ યોજાવાની હતી. પરંતુ મમતા સરકારે અમિત શાહને જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી આપી ન હતી. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે તૃણમૂલ સરકારે અમિત શાહના હેલિકોપ્ટરને ઉતારવાની પરવાનગી આપી ન હતી. જેના કારણે રેલી રદ કરવી પડી હતી.
જાધવપુરમાં રેલી રદ થવાથી શાહેકે, મારે અહીં ત્રણ રેલીઓ કરવાની હતી. જયનગરમાં તો આવી ગયો પણ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી. ત્યાં અમારા જવાથી મમતાને ડર હતો કે ક્્યાંક બાજી પલટાઈ ન જાય. જેથી તેમને સભા કરવાની પરવાનગી ન આપી.
અમિત શાહે  કે, બંગાળની જનતાએ નક્કી કર્યુ છે કે આ વખતે ૨૩થી વધારે બેઠકો મોદીજીને આપીશું. મમતા દીદીના રાજમાં દુર્ગા પૂજાની પણ પરવાનગી નથી મળતી, સરસ્વતી પૂજા કરો તો તેમના ગુંડાઓ મારઝુડ કરે છે. ૨૩ મેના રોજ મતગણતરી થવાની છે. ૧૯મે એ મમતાની બાજી પલટી નાખો. હું ગેંરટી આપું છું કે, ભાજપ અહીં એવો માહોલ બનાવશે કે આખા બંગાળમાં ફરી શાનથી દુર્ગા પૂજા કરી શકાશે.