હું ચીનના માલ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનો નથી : જો બાઇડેન

USA : ગાદી સંભાળતા પહેલાં જ જો બાઇડેન એ જોરદાર ઝાટકો, ચીનના શ્વાસ થઇ ગયા અદ્ધર
અમેરિકામાં પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડેનથી ચીનને ઘણી આશાઓ હતી. ચીનને આશા હતી કે જો બાઇડેન આવશે એટલે એમનો રસ્તો સાફ થઇ જશે અને બધું પહેલાં જેવું ધીમેધીમે થવા લાગશે. પરંતુ જો બાઇડેન એ ચીનને ગાદી સંભાળતા પહેલાં જ જોરદાર ઝાટકો આપ્યો છે. જી હા અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડને એવી સ્પષ્ટ કહી દીધું કે હું ચીનના માલ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનો નથી.
આમ અત્યારે તો ચીનની આશા પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીમાં પરાજીત થતાં ચીનને એવી આશા હતી કે બાઇડેન ટ્રમ્પે લીધેલા નિર્ણયને ફગાવી દેશે, પરંતુ બાઇડને ચીનના માલના મુદ્દે સ્પષ્ટતા કરી દીધી હતી. આ અંગે એક ઇન્ટરવ્યુમાં જો બાઇડેને કહ્યું કે ચીન સાથે ટ્રમ્પ સરકારે આરંભેલા વેપારી કરારો હાલ હું રદ કરવાનો નથી. જો કે હવે પછીના વ્યવહારોમાં અમેરિકાનું હિત સૌથી વધુ જળવાઇ રહે એવી મારી નીતિ રહેશે. બાઇડેને એમ પણ કહ્યું હતું કે હું મારા અંગત પૂર્વગ્રહોને વચ્ચે લાવ્યા વિના તમામ વિકલ્પો ખુલ્લા રાખીશ. અમેરિકાનું હિત મહત્તમ જળવાઇ રહે એ મારી અગ્રીમતા રહેશે.

  • Nilesh Patel