હાર ભાળી ગયેલા દીદી બંગાળમાં હિંસા પર ઉતરી આવ્યાઃ જાવડેકર

પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોત બાદ ભાજપે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. ત્યારે આ મામલે કેન્દ્રી પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, પશ્વિમ બંગાળમાં દીદી હિંસા પર ઉતરી આવી છે. પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યાની ઘટના બાદ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીએમસીના કાર્યકર ભાજપના ઉમેદવાર પર હુમલો કરે છે તેમ છતા દીદી મૌન ધારણ કરીને બેઠા છે. જાવડેકરે વધુમાં કÌš કે, દીદી પશ્વિમ બંગાળમાં હાર ભાળી ગયા એટલે હિંસા પર ઉતરી આવ્યા છે. પરંતુ પશ્વિમ બંગાળની જનતા હિંસા પર ઉતરી આવેલા દીદીને જડબાતોડ જવાબ આપવાની છે.