હાર્દિક પંડ્યાને ‘ભાઇ’ કહેવા પર આ બોલિવુડ અભિનેત્રી થઇ ટ્રોલનો શિકાર

બોલિવુડ અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાને લોકો તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે ટ્રોલ કરી રહ્યાં છે. ક્રિસ્ટલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથેની એક ફોટો શેર કરી હતી અને કેપ્શનમાં #brotherfromanothermother  સાથે લખ્યું કે મેરે ભાઇ જૈસા કોઇ હાર્ડિ ચ નહી.

હાર્દિક પંડ્યા કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલા વિરોધી કોમેન્ટ્સને લઇને ચર્ચામાં રહ્યો છે. જો કે આ કોમેન્ટ માટે તેને સજા પણ મળી ચૂકી છે પરંતુ લોકોના દિમાગમાંથી આ વાત હજી નીકળી નથી, હાલમાં જ ક્રિસ્ટલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં હાર્દિકને જોઇને લોકો ભડક્યા હતા.

હાર્દિકને ભાઇ ગણાવતાં સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરવાની શરૂઆત કરી હતી. તમામ યુઝર્સે એક વાત લખી હતી કે સારું થયું પહેલા જ ભાઇ બોલી દીધો. એક યુઝર્સે કટાક્ષ કરતા લખ્યું કે જે રીતે ચામાં ચાપત્તી નાખવી જરૂરી છે તેટલું જ જરૂરી હતું કે કેપ્શનમાં ભાઇ લખવામાં આવે.

એક યુઝર્સે હાર્દિક પંડ્યાના રંગ પર ટિપ્પણી કરીને કહ્યું કે તમે વેસ્ટ ઇન્ડિઝ કેમ નથી જતાં રહેતા તો અપારશક્તિ ખુરાના તેમના બચાવમાં આવી અને પંડ્યાને સારો પરફોર્મર ગણાવ્યો અને વર્લ્ડ કપ પહેલા આવી વાત ન કરવા સલાહ આપી હતી. ત્યારબાદ ક્રિસ્ટલે પણ કોમેન્ટ કરી કે આવા લોકોને લાગે છે કે તેઓ સ્ક્રીન પાછળ કંઇ પણ લખીને બચી જશે.