હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મોંઘીદાટ લેમ્બોર્ગિની કાર ખરીદી…

ભારતીય ક્રિકેટરના ધમાકેદાર બેટ્‌સમેન હાર્દિક પંડ્યા અત્યારે ઈજાગ્રસ્ત હોવાથી વેસ્ટઇન્ડિઝના ટૂરમાં સામેલ નથી. અત્યારે પંડ્યા ભારતમાં છે. તેનો ભાઇ કૃણાલ વેસ્ટઇન્ડિઝમાં ટી ૨૦ સીરિઝ રમીને પાછો આવી ગયો છે. હવે સમાચાર આવ્યા છે કે હાર્દિક અને કૃણાલે લેમ્બોર્ગિની કાર ખરીદી છે. બન્ને ભાઇઓ નારંગી રંગની કાર સાથે જોવા મળ્યા હતા. અત્યારે આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે. બન્ને ભાઇઓ નવી કાર સાથે બાન્દ્રાના એક જિમની બહાર જોવા મળ્યા હતા.
જે કાર હાર્દિક અને કૃણાલે ખરીદી છે તેની કિંમત ૩-૫ કરોડ જણાવવામાં આવી રહી છે. હાઇટેક ઇન્ટેરિયર અને પર્ફોર્મન્સ સાથે આ કાર ખૂબજ આકર્ષક લાગે છે. આ કારમાં માત્ર બે લોકો બેસી શકે છે. કારનું એન્જિન ૫૧૫ થી ૫૪૪ હોર્સપાવરનું છે. એક વખતમાં કુલ ૯૦ લીટર પેટ્રોલ ભરી શકાય છે. કારની માઇલેજ ૫ થી ૭ કિલોમીટર વચ્ચે છે.
તાજેતરમાંજ ધોનીએ એક જીપ ખરીદી હતી જેની કિંમત ૧ કરોડ રૂપિયા કહેવાય છે. ધોનીએ જે જીપ ખરીદી તેનું નામ શેરોકી છે. વિરાટ પાસે જે મોંઘી ગાડી છે તે પોણા ત્રણ કરડોની છે. જો પંડ્યા બ્રધર્સ આ કાર ખરીદી લે છે, તો ભારતીય ક્રિકેટરોમાં સૌથી મોંઘી કાર હશે.