હાર્દિકના આંદોલન પૂરા થઇ ગયાના નિવેદન બાદ જાણો વરુણે શું કહ્યું

આજે રાજકોટમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ બાબતે રાજકોટમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને PAASના કન્વીનરોની બેઠક મળી હતી અને આ બેઠકબાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવતું હતું કે, સ્વભાવિક રીતે 10% અનામત આપ્યા પછી આંદોલન ન જ થાય.

હાર્દિક પટેલની આ વાત પર વરુણ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ નક્કી કરે કે, ક્યારે અંદોલન શરૂ કરવું અને ક્યારે બંધ કરવું પાટીદાર સમાજે 2017 પહેલા નક્કી કર્યું હતું કે, આંદોલન પૂર્ણ છે અને પાટીદાર સમાજની મુખ્ય માંગણી અનામતની હતી, એ માંગણી પણ પૂર્ણ થઇ ગઈ છે. એટલે અંદોલનનો કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ તેમ છતાંય EBC ડીકલેર થયા પછી કેટલાક લોકોને આંદોલન એટલે ચાલુ રાખવું હતું કે, બધાને સેટ થવાનું બાકી હતુ રાજકીય પાર્ટીમાં અને હવે બધા સેટ થઇ ગયા છે, એટલે હવે એ કહે છે કે, આંદોલન પૂર્ણ.

વરુણ પટેલે વધુમાં કહ્યું કે, કોઈનું કઈ સ્ટેન્ડ ફિક્સ નથી. કોઈ સમન્વય નથી, એક અવાજ નથી, વાતોમાં ફરક આવે છે, રોજ રોજ સ્ટેટમેંટો બદલાય છે. એટલે આમાં મને નહીં પણ કોઈને સમજણ નથી પડતી. તમને નથી પડતી, પાટીદાર સમાજનેય નથી પડતી. પણ ગુજરાતની પ્રજા બોવ સમજુ અને ગુજરાતની પ્રજાને જેના વિષે જે સમજવું હતું તે સમજી ચૂકી છે.

આંદોલન બાબતે વરુણ પટેલે જણાવ્યું હતું કે, જયારે 10% EBC મળી ગઈ જે દિશા ડીકલેર થઈ એ દિશા પૂર્ણ કરી દેવાની વાત હતી અને ત્યારે જ કીધું હતું કે, પૂર્ણ થઈ જવું જોઈએ. આના સિવાય સમાજની જે પણ માંગણી હોય એને લઇને આંદોલન કરવાનો અને વાત રજૂકરવાનો દરેક ને જન્મ સિદ્ધ અધિકાર છે અને એ કરે એમાં કઈ વાંધો નથી. એના નામે રાજનીતિની જે દુકાનો ચાલતી હતી. મેં ત્યારે કીધું હતું જયારે 10% EBC ડીકલેર થઈ ત્યારે આજ લોકો ના પડતા હતા. હવે એ પાર્ટીમાં સેટ થઇ ગયા અને બધા ગોઠવાઈ ગયા એટલે કહ્યું કે, આંદોલન પૂરું પણ એ પહેલા પૂરું કરવાની વાત હતી અને આ સ્ટેટમેન્ટ પહેલા આપવુતુ. જયારે સમાજે જ પૂર્ણ કરી નાંખ્યું હતુ ત્યારે તમે કહો છો તેનાથી શું ફરક પડશે.

હાર્દિક પટેલના નિવેદનને લઇને વધુમાં કહ્યું કે, એ તો ગમે ત્યારે ગમેં એ નિવેદન આપે છે. ગમે ત્યારે ગમે તે કરે છે, એ શું કરે છે શું નિવેદન આપે છે, એ તમે મેં અને ગુજરાતની જનતાએ જોયું છે. એટલે એમાં મને કઈ બોવ વિષેશ કહેવાની જરૂર નથી.