હવે RSS શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે, ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદમાં યોજાશે…

આગામી વર્ષે અમદાવાદમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં યોજાનારા આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા ફિલ્મ કલાકારો પણ હાજરી આપે તેવી શક્યતા છે.
રાષ્ટ્રીયતા અને સામાજિક સેવામાં અગ્રેસર રહેતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે અન્ય આયામોમાં સક્રિય થઈ રહ્યું છે, કેમ કે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં જે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. યુવાનોના ટેલેન્ટને યોગ્ય મંચ મળી રહે તેવા હેતુસર સંઘ અમદાવાદમાં આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યું છે.
શોર્ટ ફિલ્મ ટૂંકા સમયમાં એક પ્રભાવિ સંદેશને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. ત્યારે ૨૦૨૦માં યોજાનારા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૧ અલગ અલગ વિષય પર આધારીત શોર્ટ ફિલ્મ જોવા મળશે. જેમા શૌર્ય, રાષ્ટ્રીય સુરક્ષા, ભારતીય સંસ્કૃતિ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ ડિરેક્ટર સુભાષ ઘાઈએ આ અંગેની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. ત્યારે બોલીવૂડ કલાકારો પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકે છે. ફિલ્મ એ લોકો સુધી પહોંચવાનું એક પ્રભાવી માધ્યમ છે. ત્યારે આરએસએસ દ્વારા પણ દર ૨ વર્ષે ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમદાવાદમાં આ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. ત્યારે આ વખતે ૧૨૦૦ જેટલી શોર્ટફિલ્મ આ ફેસ્ટિવલમાં ભાગ લે તેવો અંદાજ છે.