હવે નક્સલીઓ સામે લડશે દંતેશ્વરી ફાઈટર્સ, મહિલા કમાન્ડો તૈનાત

નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલીઓની સામે લડવા અત્યાર સુધી માત્ર પુરુષ જવાન જ હતા, પરંતુ હવે પહેલીવાર એવુ બનશે જ્યારે ફોર્સની મહિલા અને સ્થાનિક મહિલા પોલીસની ટીમ નક્સલીઓનો મુકાબલો કરશે. દંતેવાડા પોલીસે ૩૦ મહિલા કમાન્ડોની વિશેષ ટીમ તૈયાર કરી છે. જેનું નામ દંતેશ્વરી ફાઈટર્સ રાખવામાં આવ્યુ છે.
જેઓ ટ્રેનિંગ પૂરી કરીને જલ્દી જ આ નક્સલ આૅપરેશનમાં જશે. તાજેતરમાં જ દંતેવાડામાં ઝ્રઇઁહ્લ બસ્તરિયા મહિલા બટાલિયનની એક કંપની પણ તૈનાત કરવામાં આવી છે. આ ટીમમાં પણ ૩૦ મહિલા કમાન્ડો છે. આ બંને ટીમો મળીને કુલ ૬૦ કમાન્ડો ૨ મહિલા અધિકારી દિનેશ્વરી અને આસ્થાના નેતૃત્વમાં જંગના મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષમાં પૂર્વ ઝ્રઇઁહ્લના બસ્તરમાં માઓવાદીઓ સામે લડવા માટે બસ્તરના યુવાઓની અલગ કંપની બનાવી હતી. જેનું નામ બસ્તરિયા બટાલિયન રાખવામાં આવ્યુ હતુ. આ બટાલિયનમાં બસ્તરના સેંકડો યુવક-યુવતીઓ દાખલ થયા. જેમણે પોતાની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે.
આ બટાલિયનથી ટ્રેનિંગ બાદ ૩૦ એવી યુવતીઓની પસંદગી કરવામાં આવી જેમણે માઓવાદને ઘણી નજીકથી જાયુ છે અને અહીંના જળ, જંગલ અને જમીન સાથે પણ સારીરીતે પરિચિત છે. મેદાની વિસ્તારમાં પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ૩૦ કમાન્ડો દંતેવાડા પાછી ફરી છે અને અહીં તેમને બસ્તરના જંગલો વચ્ચે માઓવાદીઓ સાથે લડવાની તૈયારી કરાવવામાં આવી રહી છે.