હવે કેરાલામાં સરકારી કર્મચારીઓને પગાર માટે આધારકાર્ડ આપવું પડશે

આગામી દિવસોમાં કેરાલામાં સરકારી કર્મચારીઓને સેલેરી માટે આધાર કાર્ડની જરૂર પડવાની છે. ખરેખરમાં કેરાલા સરકારે એક ખાસ નિર્ણય લીધો છે, જે અનુસાર સરકારી ઓફિસોમાં આધાર આધારિત પંચિંગ સિસ્ટમ ઇન્સ્ટાલ કરવામાં આવશે.
આ પંચિંગ સિસ્ટમમાં સ્પાર્ક સાફ્ટવેરના દ્વારા કામ થશે. સરકારના નિર્ણય બાદ સરકારી ઓફિસોમાં હવે કર્મચારીઓને સ્પાર્ક સાફ્ટવેરમાં આધાર કાર્ડ રજિસ્ટર્ડ કર્યા બાદ જ સેલેરી મળી શકશે. સરકારી ઓફિસો ઉપરાંત બાયામેટ્રિક પંચિંગ સિસ્ટમને શિક્ષણ સંસ્થાઓ માટે પણ અનિવાર્ય કરવામાં આવશે.
રાજ્ય સરકારનું કહેવું છે કે, આ નવી સિસ્ટમ દ્વારા કર્મચારીઓની સ્કલ અને આઉટપુર વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. આ નવી સિસ્ટમને લાગુ થવાથી ૫ લાખ ૬૦ હજાર કર્મચારીઓ પ્રભાવિત થશે. આ કર્મચારીઓમાં રાજ્ય સચિવાલયના અધિકારીઓથી લઇને સરકારી સ્કૂલના કર્મચારીઓ સુધી સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, આધાર આધારિત બાયામેટ્રિક પંચિંગ સિસ્ટમ દ્વારા ફિંગર પ્રિન્ટ થાય છે. આના આધાર પર કર્મચારીઓની ઓફિસમાં હાજરી નોંધવામાં આવે છે. કેરાલામાં સરકારી ઓફિસોમાં નવી સિસ્ટમ લાગુ થયા બાદ કર્મચારીઓને આધાર નંબર રજિસ્ટર્ડ કરાવવો પડશે ત્યારબાદ જ તેમને સેલેરી મળશે.