હવે આધારકાર્ડ ત્રણ વર્ષ સુધી ન વાપર્યું તો ડિ-એÂક્ટવેટ થઇ જશે

દેશમાં હવે આધાર એક મહ¥વપૂર્ણ અને પાક્કો દસ્તાવેજ બની ચૂકયો છે. નાણાકીય લેવડ–દેવડ અને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેની અનિવાર્યતાને કારણે હવે દરેક વ્યકિત પાસે આધાર આવી ગયું છે. આધાર ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ જા હવે કોઈ વ્યકિત પોતાના આધારનો ત્રણ વર્ષ સુધી કોઈ જ ઉપયોગ નહીં કરે તો તે ડિ–એકિટવેટ થઈ જશે.
જા પાછલા ત્રણ વર્ષમાં આધારનો ઉપયોગ ન થયો હોય એટલે કે કોઈ બેન્ક ખાતા અથવા પાન કાર્ડ સાથે લીન્ક ન કરાયું હોય અથવા તો ઈપીએફઓને આધાર ડિટેલ્સ આપવાથી લઈને પેન્શન કલેઈમ કરવા જેવી લેવડ–દેવડમાં તેનો ઉપયોગ ન કરાયો હોય તો એ આધારકાર્ડ બધં થઈ જશે મતલબ કે એ આધાર ‘નિરાધાર’ બની જશે.
પોતાનું આધારકાર્ડ એકિટવ છે કે નહીં તે ચેક કરવા માટે આધારની વેબસાઈટના હોમપેજ પર આધાર સર્વિસેઝ ટેબની નીચે ‘વેરિફાઈ આધાર નંબર’નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેવો આ નંબર કિલક કરાશે કે એક નવું પેઈઝ ખુલશે. નવા પેઈઝમાં પોતાનો આધાર નંબર અને કેપ્ચા નાખ્યા બાદ વેરિફાઈ પર કિલક કરવાનું રહેશે. આવું કર્યા બાદ જા લીલા કલરનું નિશાન આવે તો તેનો મતલબ એ થયો કે આધાર કાર્ડ એકિટવ છે.