સ્મથ અને વાર્નરનાં આવવાથી આૅસ્ટ્રેલિયા ટીમને મજબૂતી મળીઃ બ્રેટલી

બે વખતનાં વર્લ્ડ ચેÂમ્પયન ઝડપી બાલર બ્રેટ લીનું માનવું છે કે આૅસ્ટ્રેલિયામાં એટલો દમ છે કે તે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વર્લ્ડ કપમાં ઘણું આગળ જઇ શકે છે. બ્રેટલીનાં કહ્યા પ્રમાણે ઝાઈ રિચર્ડસનની ઇજા એરોન ફિંચની કેપ્ટનશિપવાળી આૅસ્ટ્રેલિયાઈ ટીમ માટે ચિંતાનો વિષય નથી, કેમકે સ્ટીવ Âસ્મથ અને ડેવિડ વાર્નરનાં આવવાથી ટીમને મજબૂતી મળી છે. લીએ કÌšં કે, “તે જેટલી દૂર જવા ઇચ્છે તેટલી જઇ શકે છે. તે સારી ટીમ છે. ઝાઈ રિચર્ડસનને ઈજા થઈ છે અને તે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે, પરંતુ કેન રિચર્ડસન ટીમમાં આવ્યો છે. જુઓ, વર્લ્ડ કપમાં જે પણ ટીમ જાય છે તે સંપૂર્ણ રીતે તૈયાર રહે છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે ઇંગ્લેન્ડની વિકેટો સાથે કેટલી જલ્દી ઢળી શકો છો.’
લીએ એક ઇન્ટરવ્યૂમાં  કે, “કોઈએ એ ના વિચારવું જાઇએ કે ઇંગ્લેન્ડમાં થનારા વિશ્વ કપમાં ઝડપી બાલર્સ જ કમાલ કરશે. આપણે એ વાતનું ધ્યાન રાખવું જાઇએ કે ટૂર્નામેન્ટ કયા સમયે થઇ રહી છે. તે જુન અને જુલાઈમાં થશે અને આ સમયે વિકેટ ઝડપી બાલર્સ માટે મદદગાર નહીં રહે.” ડાબા હાથનાં આ ઝડપી બાલરનાં જણાવ્યા પ્રમાણે, “આ માટે ઘણા લોકોને લાગે છે કે આ ફાસ્ટ બાલર્સની વિકેટ હશે, પરંતુ આવું જરૂરી નથી. મને લાગે છે કે તે નવા બાલથી સારું કરશે, પરંતુ એકવાર જ્યારે બાલની ચમક જતી રહેશે ત્યારે ઝડપી બાલર્સને ઘણી મુશ્કેલી પડશે.”