‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ

હોલિવૂડ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ૨.૫૯ મિનિટના આ ટ્રેલરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ટ્રેલરની શરૂઆતમાં સ્પાઈડર-મેન બનતો એક્ટર ટોમ હોલાન્ડ કહે છે કે જા તમે હજી સુધી ‘એવેન્જર્સ એન્ડગેમ’ નથી જાઈ તો આ ટ્રેલર અત્યારે જાવું નહીં. નહીંતર આ ટ્રેલર તમારી ફિલ્મની મજા ખરાબ કરી શકે છે. ટ્રેલરમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’ના ક્લાઈમેક્સ સાથે જાડાયેલી કેટલીક બાબતો દર્શાવવામાં આવી છે. આટલું નહીં આ ટ્રેલરમાં નવા સુપરહિરોની એન્ટ્રી થઈ છે.
‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું ટ્રેલર ઘણું જ દમદાર છે. ટ્રેલરમાં નવા સુપરહિરોની એન્ટ્રી થાય છે. આર્યનમેન બાદ હવે સ્પાઈડર-મેનને સંભાળવવા માટે હેપ્પી હોગન (જાન ફેવરેયૂ) આવે છે. ટ્રેલરમાં સ્પાઈડર-મેન કહે છે કે દુનિયાને હવે નવા આર્યનમેનની જરૂરી છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ગેલેક્સીના અન્ય કોઈ ગ્રહ પરથી એક સુપરહિરો દુનિયામાં આવે છે. તેનું મિશન ધરતીને બચાવવાનું છે. આ માટે તેને સ્પાઈડર-મેનની જરૂર પડે છે. તો સ્પાઈડર-મેન, આર્યનમેનની યાદોમાં ખોવાયેલો છે.