સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા આણંદ શહેરમાં નિરીક્ષકોની બેેઠકોનો દોર શરૂ…

આણંદ : રાજ્યમાં આગામી તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ નગર-મહાનગરપાલિકાની ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ સવારે ૧૦ કલાકે આણંદ શહેરમાં વોર્ડ નં. ૧ ખાતે નિરીક્ષકો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચંચળબા ઓડોટોરીયમ ખાતે પાલિકાની ચુંટણીની ટીકીટ માટેના દાવેદારોની રજુઆતો સાંભળવા માટે નિરીક્ષકો દ્વારા પ્રારંભ કરાયો છે. જે નિરીક્ષકોની ફોર્મ ચકાસણી બાદ કોણે ટીકીટ મળે છે અને કોણ બને છે ઉમેદવાર..? તે નક્કી થશે.

રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું રણશિંગુ ફૂંકવામાં આવતા ચરોતરમાં પાલિકા, તા.પં. અને જિ.પં.ના રાજકારણમાં હલચલ વધુ તેજ બની છે. છેલ્લા કેટલાક દિવસોથી જાન્યુઆરી-ર૦ર૧ના અંતિમ અઠવાડિયામાં ચૂંટણી જાહેર થશેની સંભાવનાઓના પગલે રાજકીય પક્ષોએ ઉમેદવારો સહિતની પ્રકિયા હાથ ધરી હતી. હવે ચૂંટણીની તારીખો જાહેર થતાં વધુ ગરમાવો વ્યાપ્યો છે.