સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વના ભવ્ય સ્થળોની યાદીમાં સમાવેશ…

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક નર્મદા નદીની વચ્ચે સાધુ ટેકરી પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્‌ યુનિટીની ખ્યાતિ દેશ દુનિયામાં ફેલાઈ રહી છે. જેની મુલાકાત અત્યાર સુધીમાં ૨૦ લાખ જેટલા પ્રવાસીઓએ લીધી હતી. હજુ વધુ પ્રવાસીઓના આકર્ષણ માટે સફારી પાર્ક, મિરર મેઝ, એમ્યુઝમેન્ટ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, એકતા મોલ વિગેરે ૩૦ જેટલા નાના મોટા આકર્ષણો બની રહ્યા છે. જેનું લોકાર્પણ ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સરદાર પટેલની જન્મ જયંતીએ થનાર છે.
ગુજરાતની ૧૮૩ મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ યુનિટીની ખ્યાતિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું હતું.
વિશ્ર્‌વના ભવ્ય ૧૦૦ સ્થળોની યાદી બહાર પાડી હતી જેમાં સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્‌ યુનિટીને પણ સ્થાન આપ્યું હતું. આમ સ્ટેચ્યુ ઓફ્‌ યુનિટીની ખ્યાતિ એક વર્ષ થયું નથી તે પહેલાં દુનિયાભરમાં તેની નામના ફેલાઈ તે એક ગૌરવની વાત છે.