‘સ્ટૂડન્ટ ઓફ ધ યર ૨’ ફિલ્મએ ૪ દિવસમાં ૪૪.૩૫ કરોડની કમાણી કરી

ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર ૨’ રીલિઝના ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ધીમી પડી છે. બોક્સ ઓફિસ પર ચોથા દિવસે ફિલ્મની કમાણી ૫૪ ટકાથી વધુ ઘટી હતી. હાલમાં જ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્‌વટર પર આ ફિલ્મની કમાણી અંગે માહિતી આપી. આ વીકેન્ડે ફિલ્મે ઘણી સારી કમાણી કરી પરંતુ સોમવાર સુધીમાં તેના દર્શકોની સંખ્યા ઘટી છે. માનવામાં આવી  છે કે, હવે આવનાર વીકમાં પણ આ ફિલ્મ કંઇ ખાસ કમાલ નહીં કરી શકે.
ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે ૧૨.૦૬ કરોડ, શનિવારે ૧૪.૦૨ કરોડ, રવિવારે ૧૨.૭૫ કરોડની કમાણી કરી હતી. તરણ આદર્શ પ્રમાણે, ટાઇગર શ્રોફની આ ફિલ્મે સોમવારે ૫.૫૨ કરોડની કમાણી કરી હતી. જાકે, ફિલ્મની કમાણી ૫૪.૨૩ ટકા ઘટી છે. ફિલ્મે ૪ દિવસમાં ૪૪.૩૫ કરોડની કમાણી કરી છે. ત્યાં જ ટાઇગર શ્રોફ અને મોટા બેનરને જાતાં આ કમાણી ઓછી આંકવામાં આવી રહી છે.
‘સ્ટૂડન્ટ ઓફ ધ યર ૨’ પાછલા વીકે એટલે કે ૧૦ મેના રોજ રીલિઝ થઇ હતી. પહેલાં દિવસે સારી શરૂઆત કરનારી આ ફિલ્મને ઘણા નેગેટિવ રિવ્યૂઝ મળ્યા હતા. જાકે, ફિલ્મમાં ટાઇગરના ઘણા વખાણ થયા છે.