સોશ્યલ મિડિયા પર રંગોલી રનૌતે રિચા ચડ્ડાની આકરી ઝાટકણી કાઢી

ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતની બહેન રંગોલીએ કંગનાની સહ-અભિનેત્રી રિચા ચડ્ડાની આકરી ટીકા કરતાં માત્ર અપશબ્દ લખવાનું બાકી રાખ્યું હતું. એણે સોશ્યલ મિડિયા પર લખ્યું, તારી તો…હમણાં કહું તે…
વાત જા કે બહુ મોટી નહોતી. તાજેતરમાં રિચાએ કÌšં કે કંગના જેવી સમસ્યા મારે કોઇ સહકલાકાર સાથે થાય તો હું જાહેરમાં ગંદાં લૂગડાં ધોવાનું પસંદ ન કરું, જાહેરમાં કીચડ ઊછાળની રમત મને ફાવે નહીં…
બસ, આટલી વાત પર કંગનાની બહેન રંગોલી લાલપીળી થઇ ગઇ. એને થયું કે રિચાએ આવું કહેવાની હિંમત શી રીતે કરી? એણે સોશ્યલ મિડિયા પર રિચાને ખરીખોટી સંભળાવતી ટ્‌વીટ કરી હતી.
રંગોલીએ લખ્યું, તમારામાં કંગના જેવી ઊર્જા છે કે ? તમે જાહેરમાં બોલવાની હિંમત ધરાવો છો કે ? તડ ને ફડ કરવા સિવાય બીજા કોઇ વિકલ્પ હોય છે ખરો કે ? કદાચ બોલિવૂડ તમારો બહિષ્કાર કરે તો તમારામાં બોલિવૂડનો સામનો કરવાની તાકાત છે કે ? જા આ સવાલોના જવાબ નામાં હોય તો કંગનાનું નામ પણ લેતાં નહીં.