સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીર પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો જવાન એક બાળકને પોતાના હાથે ભોજન ખવડાવી રહ્યો છે અને પાણી પીવડાવી રહ્યો છે. મળતી માહિતી મુજબ બાળક માનસિક રીતે નબળું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. પોલીસવાળાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પોલીસકર્મી કોણ છે અને તેમનું નામ શું છે તેની ઓળખ હજુ સધી નથી થઈ શકી. તેને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ઘણા બધા લોકો પોસ્ટ કરી ચૂક્્યા છે. આ વીડિયોને અત્યાર સુધી ૫ હજારથી વધુ લોકો જાઈ ચૂક્્યા છે. લોકો આ પોલીસકર્મીના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે માણસાઈનો કોઈ ધર્મ નથી હોતો. લોકો પોલીસવાળાના આ પગલા માટે તેમને સલામ કરી રહ્યા છે.