સોશિયલ મીડિયામાં આ સોફ્ટવેર ઍન્જિનિયરને કારણે રાતોરાત રાનૂ મંડલ બની ગઈ સ્ટાર…

સોશિયલ મીડિયામાં રાતો રાત પ્રખ્યાત બનેલ રાનૂ મંડલે પોતાના અવાજ થકી ઇન્ટરનેટ પર ઘણા બધા લોકોને પોતાના ચાહક બનાવી દીધા છે. આ સાથે જ સ્ટેશન પર ગીત ગાનર મહિલાને હિમેશ રેશમિયાની એક ફિલ્મમાં ગીત ગાવાની તક મળી છે. પરંતુ હિમેશ રેશમિયા પહેલા એક શખ્સ એવો પણ છે જે રાનૂ મંડલ માટે દેવદૂત સમાન સાબિત થયેલ આ વ્યક્તિએ રાનૂનો વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર વાયરલ કર્યો હતો.

  • મોટા ભાગે જુના ગીતો ગાવાનો શોખ ધરાવે છે રાનૂ મંડલ…

રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર ગીત ગાઇને જીવન નિર્વાહ ચલાવતા હતા. ઘણા લોકોએ તેમને ગીત ગાતા પણ જોયા પરંતુ મળ્યા તેને અવગણતા હતા. રાનૂ મોટા ભાગે જુના ગીતો ગાવાનું જ પસંદ કરતા હતા. તેના વાયરલ વીડિયોમાં તે લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગ્મા ગાઇ રહી છે.

  • અતિન્દ્ર ચક્રવર્તીએ વાયરલ કર્યો રાનૂ મંડલનો વીડિયો

એક દિવસ રાનૂ ગીત ગાઇ રહ્યા હતા, જ્યારે અતિન્દ્ર ચક્રવર્તી ત્યાં હાજર હતો અને તેણે એક વિડિઓ બનાવ્યો હતો. અતિન્દ્રએ આ વીડિયોને તેના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તે પછી શું થયું તે દરેકને ખબર છે. હિમેશ રેશમિયા માટે જ્યારે રાનૂ ગીત રેકોર્ડ કરતી હતી ત્યારે અતિન્દ્ર પણ સ્ટુડિયોમાં હાજર હતો.

  • અતિન્દ્રએ હિમેશ રેશમિયાનો આભાર માન્યો

અતિન્દ્રને પોતાને વિશ્વાસ નથી આવી રહ્યો કે તેના એક વિડિઓથી કેવી રીતે આ મહિલાનું જીવન બદલાઈ ગયું. રાનૂને તક આપવા બદલ અતિન્દ્રએ હિમેશ રેશમિયાનો આભાર માન્યો. વીડિયો પછી, અતિન્દ્ર સતત રાનૂના સંપર્કમાં છે. અતિન્દ્ર વ્યવસાયે સોફટવેર એન્જિનિયર છે અને રાણાઘાટમાં રહે છે.