સોનુ સૂદના નામ પર છેતરપિંડી કરનારને અભિનેતાએ કહ્યું- ગરીબોના પૈસા ના હડપો…

4

મુંબઈ : અભિનેતા સોનુ સૂદે કોરોના કાળમાં પોતાના કામથી જરૂર અનેક લોકોનું ભલૂ કર્યું છે, પરતુ તેમના એ જ કામને જોઇને કેટલાક લોકોએ ખુદનો છેતરપિંડી કરવાનો ધંધો શરૂ કરી દીધો છે. આ લોકો સોનુ સૂદના નામ પર છેતરપિંડી કરે છે, ગરીબોના પૈસા લૂંટે છે અને પછી ફરાર થઈ જાય છે. તાજેતરમાં તેલંગાણાથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા. હવે છેતરપિંડી કરનારા આ યુવકો માટે સોનુ સૂદે એક સંદેશ આપ્યો છે.
સોનુએ કહ્યું, કોઈનું નુકસાન કરીને ખુશ ના રહી શકાય. ગરીબોના પૈસા હડપવા મોટું પાપ છે અને આ માફ ના કરી શકાય. તેઓ કહે છે કે- એ તમામ લોકો માટે આ ચેતવણી છે જે છેતરપિંડી કરે છે. તમે જરૂર પકડાશો. જો તમે પૈસાની તંગીના કારણે આ બધું કરો છો, તો મારી પાસે આવો, હું નોકરી આપીશ. લોકોને દગો આપીને પૈસા ના કમાઓ. કંઈ પણ સારું નહીં થાય. સોનુ સૂદે તો ત્યાં સુધી ત્યાં કહી દીધું છે કે જે વ્યક્તિ છેતરપિંડી કરે છે, તેને સજાથી વધારે યોગ્ય દિશાની જરૂર છે. તેની કાઉન્સિલ થવી જરૂરી છે.
આ પહેલા પણ સોનૂ સૂદના નામ પર છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે અને આ પહેલા પણ અભિનેતા તરફથી સખ્ત ચેતવણી આપવામાં આવી છે, પરંતુ ના તો આ પ્રકારના ગુના ઓછા થઈ રહ્યા છે અને ના ગુનાખોરો સોનૂના શબ્દોથી ડરી રહ્યા છે. આવામાં આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી થતી જોવા મળી શકે છે. સોનુ પણ એ ઇચ્છે છે કે તેના નામ પર ગરીબો પાસેથી પૈસા ના લૂંટવામાં આવે. સમાજના જે વર્ગની જિંદગી તે પ્રયત્ન કરી રહ્યા છે, કેટલાક લોકો એમના જ નામ પર એ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવામાં અભિનેતા નિરાશ અને નારાજ છે.