સોનાક્ષી સિન્હાની ‘ખાનદાની શફાખાના’ ૨ ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ,
સોનાક્ષી સિન્હા અને ડેબ્યુ એક્ટર બાદશાહ સ્ટારર ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ની રિલીઝ ડેટમાં ફેરફાર થયો છે. અગાઉ આ ફિલ્મની રિલીઝ ડેટ ૨૬ જુલાઈ જાહેર કરાઈ હતી પરંતુ હવે તેને બદલીને ૨ ઓગસ્ટ કરવામાં આવી છે.

અગાઉ ફિલ્મ ૨૬ જુલાઈએ કંગના રનૌત અને રાજકુમાર સ્ટારર ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ અને ક્રિતિ સેનન અને દિલજિત દોસાંજ સ્ટારર ‘અર્જુન પટિયાલા’ સાથે ક્લેશ થતી હતી. પરંતુ હવે નવી રિલીઝ ડેટ પર પણ ફિલ્મ બીજી ફિલ્મ સાથે ક્લેશ થઇ જ રહી છે. ૨ ઓગસ્ટે પરિણીતી ચોપરા એ સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ‘જબરીયા જોડી’ સાથે ‘ખાનદાની શફાખાના’ ફિલ્મ બોક્સઓફિસ પર ટકરાશે.

‘ખાનદાની શફાખાના’ ફિલ્મના લીડ રોલમાં સોનક્ષી અને રેપર બાદશાહની સાથે ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા અને અનુ કપૂર પણ સામેલ છે. ફિલ્મમાં સોનાક્ષી એક ચુલબુલી પંજાબી ગર્લના રોલમાં છે. અગાઉ બાદશાહે સોનાક્ષીની ફિલ્મ ‘નૂર’ના એક સોન્ગ ‘મૂવ યોર લક’માં તેની સાથે કામ કર્યું હતું. ત્યારબાદ હવે ‘ખાનદાની શફાખાના’ ફિલ્મમાં બન્ને એક્ટર તરીકે સાથે ઓનસ્ક્રીન જોવા મળશે. તેમની સાથે ફિલ્મની સ્ટારકાસ્ટમાં કુલભૂષણ ખરબંદા અને નાદિરા બબ્બર પણ સામેલ છે. ‘ખાનદાની શફાખાના’ ફિલ્મને ગૌતમ મેહરાએ લખી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ ભૂષણ કુમાર, મૃગદીપ સિંહ લાંબા અને મહાવીર જૈન છે.