સેન્સેક્સમાં ૨૭૩ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૧,૪૭૦ પર બંધ …

એજીઆરના નિર્ણય બાદ ભારતી એરટેલના શેરમાં વેગ મળ્યો : રૂપિયો ૩૦ પૈસા ઘટીને ૭૩.૧૫ની સપાટીએ બંધ…

મુંબઇ : સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસ મંગળવારે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૨ ટકા વધીને ૨૭૨.૫૧ પોઇન્ટના વધારા સાથે ૩૮૯૦૦.૮૦ પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૭૩ ટકા વધીને ૮૨.૭૫ પોઇન્ટ અને ૧૧૪૭૦.૨૫ ના સ્તર પર બંધ રહ્યો છે.
ઓગસ્ટમાં ભારતની ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ નોંધાઈ છે. સુધારેલા ઉત્પાદન, નવા ઓર્ડર અને ગ્રાહકોની સુધારેલી માંગને કારણે વ્યવસાયિક કામગીરી શરૂ થયા પછી ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) ઓગસ્ટમાં વધીને ૫૨ થઈ ગયો. જુલાઈમાં તે ૪૬ પર હતો. તેનાથી બજારને અસર થઈ.
સુપ્રિમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) કેસની સુનાવણી કરતી વખતે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. કોર્ટે કંપનીઓને એજીઆર લેણાં ચૂકવવા ૧૦ વર્ષનો સમય આપ્યો છે. આ નિર્ણયથી વોડાફોન આઈડિયા અને એરટેલને ખૂબ રાહત મળી છે. આ વખતે ટેલિકોમ કંપનીઓને બાકી શરતોની કેટલીક શરતો સાથે આપવામાં આવી છે. આ પછી ટેલિકોમ કંપનીઓના શેરમાં પરિવર્તન આવ્યું.
બીએસઈ પરના સેક્ટોરલ ઇન્ડેક્સની સરખામણીએ મીડ-કેપ્સ ૧.૧૬ ટકા વધીને બંધ થયા છે. બીએસઈના સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૫૪ ટકા વધીને બંધ થયા છે.એસ એન્ડ પી બીએસઈ ઈન્ડેકસ ૯૫.૨૭ પોઇન્ટ ઉછળીને ૧૧,૫૭૬.૧૯ પર બંધ આવ્યો છે. બેન્ક નિફ્ટી ૫૮ પોઇન્ટ ઉછળી ૨૩,૮૧૨ પર બંધ આવ્યો છે.
બીજી તરફ રૂપિયો ૩૦ પૈસા ઘટીને ૭૩.૧૫ પર બંધ આવ્યો છે.ઓગષ્ટ ૨૦૨૦માં ઇક્વિટી બજારોમાં ૬.૪ અબજ ડોલરની મજબૂતી આવક સાથે વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) ભારતીય બજારોમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા હતા.