સેક્સ્યુઅલ ગેરવર્તનના આક્ષેપ પછી હીરાણી સ્વતંત્ર રીતે ફિલ્મો બનાવશે

મુન્નાભાઇ જેવી સુપરહિટ સિરિઝની ફિલ્મો આપનારા રાજકુમાર હીરાણી હવે એકલપંડે ફિલ્મો બનાવશે એવી જાણકારી મળી હતી.
અત્યાર અગાઉ એ ટોચના નિર્માતા વિધુ વિનોદ ચોપરાની સાથે મળીને ફિલ્મો બનાવતા હતા. આ બંનેએ પીકે, સંજુ વગેરે સુપરહિટ ફિલ્મો આપી છે. હીરાણી સામે સેક્સ્યુઅલ ગેરવર્તનના આક્ષેપ થયા બાદ ચોપરાએ એમનો સાથ છોડી દીધો હતો. જા કે હીરાણીની તરફેણમાં ઘણા અદાકારો બોલ્યા હતા અને ખુદ હીરાણીએ એવો ખુલાસો કર્યો હતો કે મારી પ્રતિષ્ઠા પર કલંક લગાડવાના બદઇરાદાથી મારા પર આવા આક્ષેપ કરાયા છે.
પરંતુ વિધુ વિનોદ ચોપરાએ હીરાણીનો સાથ છોડી દીધો હતો. હવે હીરાણીએ સારો એેવો સમય વાટ જાયા પછી સ્વતંત્ર રીતે ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો હતો. સોનમ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ એક લડકી કો દેખાની ક્રેડિટસ્માંથી હીરાણીનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યારે ખુદ સોનમે પણ હીરાણીની તરફેણમાં નિવેદન પ્રગટ કર્યુ હતું. સોનમની જેમ સંજય દત્ત અને રણબીર કપૂરે પણ હીરાણીની ફેવર કરી હતી.
આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ હીરાણી પાસે એક સ્ક્રીપ્ટ તૈયાર છે અને એ પોતે હવે નિર્માતા નિર્દેશક તરીકે ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.