સુસ્વાગતમ્ : રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં : ભવ્યાતિભવ્ય રોડ શો : PMએ કહ્યું- અતિથિ દેવો ભવ:

108
 • બે મહાબલિઓની મુલાકાતઃ સમગ્ર વિશ્વએ નિહાળી બે મહાનેતાઓની મિત્રતાઃ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પનું હાર્દિક સ્વાગતઃ ગાર્ડ ઓફ ઓનર અપાયુ…

 • ૨૨ કિ.મી.નો રોડ શોઃ રસ્તાની બંને બાજુએ હજારો લોકો ઉમટ્યાઃ ગાંધી આશ્રમમાં મોદી બન્યા ટ્રમ્પના ગાઇડઃ રીવરફ્રન્ટના દર્શન…

 • બપોરે મોટેરામાં ૧.૨૦થી લાખ વધુ લોકોની હાજરીમાં બંને નેતાઓનું ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધનઃ સમગ્ર અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયુઃ મોટેરાના  કાર્યક્રમ બાદ ટ્રમ્પ આગ્રા જવા રવાના…

નવી દિલ્હી/ અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. હવે બંને નેતાઓ ગાંધી આશ્રમ તરફ આગળ વધ્યા છે. થોડી મિનિટો પહેલાં જ મોદીએ ટ્વિટ કરીને ટ્રમ્પને આવકારતા ટ્વિટ કર્યું હતું કે, અતિથિ દેવો ભવ:

અમદાવાદમાં ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અંદાજે 230 મિનિટ રોકાશે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે 22 કિમીનો રોડ શો કરશે અને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સામેલ થશે. છેલ્લા 61 વર્ષમાં ટ્રમ્પ ભારત આવનાર 7માં અમેરિકન રાષ્ટ્રપતિ છે. આ પહેલાંના રાષ્ટ્રપતિ બરાક ઓબામા બે વખત ભારત મુલાકાતે આવ્યા હતા.

અમદાવાદ પછી ટ્રમ્પ આજે તાજમહેલ જોવા આગ્રા જશે. 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવન પર ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મોદીની હૈદરાબાદ હાઉસમાં ઔપચારિક મુલાકાત કરાશે. અહીં બંને નેતા જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપે તેવી શક્યતા છે.

LIVE અપડેટ્સ

 • વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ-ઈવાન્કાનું અમદાવાદ એપોર્ટ પર સ્વાગત કર્યું, ગાર્ડ ઓફ ઓનર અપાશે
 • સેનાની ત્રણેય પાંખના જવાનો ટ્રમ્પના સ્વાગત માટે તૈયાર
 • દીકરી ઈવાન્કા અને જમાઈ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું ‘અતિથિ દેવો ભવ:’
 • સદસ્ય નિવાસે થી ભાજપ ના તમામ MLA નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માં જવા રવાના
 • અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જતા માર્ગ પર કલાકારો અને દર્શકોની લાંબી કતારો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રોડ શો યોજશે. અને આજે મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે.
 • સ્ટેડિયમ માં 3 લેયર સિક્યુરિટી સાથે એન્ટ્રી
 • મોદી-ટ્રમ્પના માસ્ક સાથે લોકો આવ્યા છે
 • વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા.
 • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું સ્વાગત.