સુષ્મા સ્વરાજની બાયોપિક પર તબ્બુ કામ કરશે..?!!

મુંબઈ,
ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગ્જ નેતા સુષ્મા સ્વરાજનું ૬૭ વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે સાંજે હૃદયનો એટેક આવવાના કારણે તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યાં હતા અને ત્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. પરંતુ સુષ્મા સ્વરાજનું ફિલ્મ જગત સાથે એક ખાસ પ્રકારનું કનેક્શન હતું. પાછળનાં દિવસોમાં એક ચર્ચાએ જોર પડક્યું હતું કે સુષ્મા સ્વરાજ પર ફિલ્મ બનાવવામાં આવે છે અને તેમાં તબ્બુ સુષ્માનો રોલ કરવાની છે.
જ્યારે સુષ્મા સ્વરાજ એક્સટર્નલ અફેર મિનિસ્ટર હતા ત્યારે એણે પાકિસ્તાનમાં ધરાર લગ્નનો શિકાર થયેલી ભારતીય નાગરિક ઉજમાં અહમદને વતન પાછી લાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. આ વાત માટે સુષ્માનાં બધાએ ખુબ વખાણ કર્યા હતા. ત્યારે તેનાં પર ફિલ્મ બનવાની ઘોષણા કરાવામાં આવી હતી. સુષ્માનાં રોલ માટે ચોતરફ તબ્બુનું નામ લેવામાં આવતું હતું. જો કે તબ્બુએ આ વાતને અફવા ગણાવી ખંડન કર્યું હતું.
પરંતુ તાજા રિપોર્ટ પ્રમાણે શ્રદ્ઘા કપુરને આ ઉજમાની સ્ટોરી પસંદ આવી છે અને તેણે સાઈન પણ કરી દીધી છે. પરંતુ હજુ વાત પુરી રીતે નક્કી નથી થઈ. કોઈ આધિકારિક સુચના પણ જાહેર કરવામાં આવી નથી.