સુશાંત-શ્રદ્ધાની ફિલ્મ ‘છિછોરે’એ ૩ દીનમાં ૩૫ કરોડની કમાણી કરી…

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત તથા શ્રદ્ધા કપૂરની ‘છિછોરે’ છ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ છે. નિતેશ તિવારીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં ૩૫.૯૮ કરોડની કમાણી કરી છે.
‘છિછોરે’એ પહેલાં દિવસે ૭.૩૨ કરોડ, બીજા દિવસે ૧૨.૨૫ કરોડ તથા ત્રીજા દિવસે ૧૬.૪૧ કરોડની કમાણી કરી હતી. ત્રણ દિવસમાં આ ફિલ્મે કુલ ૩૫.૯૮ કરોડની કમાણી કરી.
‘છિછોરે’ ભારતભરમાં ૧૨૦૦-૧૩૦૦ સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ કેમ્પેસ ડ્રામાની વાત કરે છે. ફિલ્મમાં સુશાંત-શ્રદ્ધા ઉપરાંત વરુણ શર્મા, તાહિર રાજ ભસીન, નવીન, તુષાર પાંડે છે.