સુરત : 14 વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં આખું શહેર હીબકે ચઢ્યું, માનવતા પણ રડી પડી

  • આખું સ્મશાન ગૃહ લોકોથી ભરાઈ ગયું : લોકોની આંખમાં આંસુની સાથે આક્રોશ

સુરત : સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 20ના મોત થયા છે. આ ઘટનાથી સુરત જ નહીં આખો દેશ શોકમાં છે. આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
સુરતમાં વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં આખું શહેર હીબકે ચઢ્યું. હતું. અંતિમ સંસ્કારમાં આવેલા લોકો પણ ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા. આ સમયે મૃતદ બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે રોષ સ્પષ્ટ જણાતો હતો. આખું સ્મશાન ગૃહ લોકોથી ભરાઈ ગયું હતું.