સુરત મહિલા પીએસઆઈ આપઘાત : ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયા અંતિમસંસ્કાર…

સુરત : સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. રવિવારે તેઓની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જોડાયા હતા. અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી.
ઉધના પોલીસની પટેલ નગર ચોકીના ૩૩ વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવવું અઘરું છે.મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખી જીવન ટૂંકાવ્યું હતું.ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલાએના ફાલસાવાડી સ્થિત ૧૦૩ નંબરના ફ્લેટે પહોંચી એફએસએલની મદદથી તપાસ શરુ કરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમિટી ડ્રાઇવર તરીકે બજાવે છે.
પીએસઆઈ અમિતા પતિ,પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા.વર્ષ ૨૦૧૩માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા.મૂળ અમરેલીના વતની અમિતા જોશીનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેઓના આપઘાત બાદ રવિવારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રભુની આંખે તેઓની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

સુરત મહિલા પીએસઆઈએ ઘર કંકાસના લીધે આપઘાત કર્યાની ચર્ચા
સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા ઁજીૈંએ પોતાના જ પોલીસ કોર્ટરસના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આજે મહિલા ઁજીૈં અમિતા જોષીનું પોસ્ટમોર્ટમ કરાશે. પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ બહાર આવ્યું નથી. પરંતુ ઘરેલુ કંકાસને લઇને આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર એકાએક મહિલા પીએસઆઇ અમિતા જોશીએ આત્મહત્યા કરી લીધી હતી જેમનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આત્મહત્યાને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ હાલ ચર્ચાઇ રહ્યું છે કે કેટલાક ઘરેલુ કંકાસને કારણે આ પગલું ભર્યું છે.