સુરતમાં ગેરકાયદેસર નળ કનેક્શન કપાયા, ૨૨૫ને નોટિસ ૧ લાખ દંડ વસુલાયો

સુરત મહાનગર પાલિકાએ પાણીનો બગાડ કરનારા સામે લાલ આંખ કરી છે. અને તેમનાં વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા પાંચ દિવસમાં ૧૦૪ મિલ્કતદારોના નળ જાડાણો બંધ કરાવાય છે. સાત ઝોનમાં સ્કોડ બનાવી પાણી નો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ કરી છે . ઉપરાંત પાણીનો બગાડ કરનારા પાસેથી એક લાખ જેટલો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. ઉનાળા દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા પાણી કાપ મુક્્યા વગર દરરોજ ૧૩૦૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રÌšં છે. જેથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ શહેરી જનોને પાણીનો કરકસર પુર્વક ઉપયોગ કરવા માટે સુચના આપવામા આવી હતી. પરંતુ અનેક જગ્યાએથી પાણીના બગાડના મેસેજ મળતા આખરે મહાનગર પાલિકા એકશનમાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા તમામ ઝોનમાં સ્કવોડ બનાવી તપાસ કરવામાં આવી હતી.