સુપ્રિમ કોર્ટે રમઝાનમાં સવારે પાંચ વાગ્યે મતદાન શરુ કરાવવાનો ઇન્કાર કર્યો

રમઝાનના પર્વ દરમ્યાન વહેલી સવારથી મતદાન શરૂ કરવાની અરજીને કોર્ટે ફગાવી. કોર્ટે રમઝાનમાં સવારે પાંચ વાગ્યે મતદાન શરૂ કરાવવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટમાં વકીલ નિજામુદ્દીન પાશા દ્વારા કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે, રમઝાનના દરમ્યાન સવારે સાત વાગ્યાના બદલે પાંચ વાગ્યે મતદાન શરૂ કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
જાકે, સુપ્રીમ કોર્ટે વહેલુ મતદાન કરવાની માગ ફગાવી. મહત્વપૂર્ણ છે કે, ૧૦ માર્ચના રોજ ચૂંટણી પંચે જ્યારે ચૂંટણીની તારીખ જાહેર કરી ત્યારે પણ રમઝાન દરમ્યાન મતદાનનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો. વિવાદ થયા બાદ ચૂંટણી પંચે આ મામલે જણાવ્યુ હતુ કે, રમઝાનના કારણ ચૂંટણીને રદ્દ કરવીએ સંભવ નથી.
ચૂંટણી પંચે તમામ તહેવારનું ધ્યાન રાખીને ચૂંટણીની તારીખ નક્કી કરી છે. સાત મેથી દેશભરમાં રમઝાન માસની શરૂઆત થઈ છે. જે બાદ ૧૨મી મેના રોજ મતદાન કરવામાં આવ્યુ અને આગામી ૧૯મી મેના રોજ પણ અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે.