ભારતનાં ભૂતપૂર્વ મહાન ઓપનર અને કેપ્ટન સુનીલ ગાવસ્કરે સામાજિક અને આર્થિક રીતે નબળાં ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. સનીના આ નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
પોતાની ૧૨૫ ટેસ્ટ મેચની કરિયરમાં ૩૪ સદીની મદદથી ૧૦,૧૨૨ રન બનાવનારા ગાવસ્કરે પોતાની સદીની સંખ્યા જેટલાં જ ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત નવી મુંબઈ Âસ્થત શ્રી સત્ય સાંઈ સંજીવની ઇન્ટરનેશલ સેન્ટર ફોર ચાઇલ્ડ હાર્ટકેરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કરી હતી.
આ પ્રસંગે ગાવસ્કરે , ”આ નાનાં બાળકો પોતાનું હાર્ટ સ્વસ્થ થાય તેની રાહ જાઈ રહ્યાં છે. માતાપિતાની નાણાકીય અથવા સામાજિક સ્થતિ નબળી હોવા છતાં આ દરેક બાળકની સારવાર થવી જાઈએ. શ્રી સત્ય સાંઈ સંજીવની કેન્દ્ર હવે મુંબઈમાં ખૂલી ગયું છે અને અહીં લોકોને જીવન બચાવવા સંબંધી સુવિધાઓ મળી રહેશે.”
ગાવસ્કરે , ”આપણી ટોચના ક્રમના ક્રમમાં ત્રણ શાનદાર બેટ્સમેન છે. જા તેઓ ચાલી ના શકેતો ધોની ચોથા અથવા પાંચમા નંબર પર મોટું અંતર પેદા કરશે. ધોનીનું વિકેટકીપિંગ બધાએ જાયું છે, પરંતુ તે વિકેટ પાછળ રહીને Âસ્પનર્સ અને બીજા બોલર્સને સૂચના આપતો રહે છે કે કેવા બોલ ફેંકવા અને એને અનુરૂપ ફિÂલ્ડંગની ગોઠવનણી કરવામાં મદદરૂપ થતો રહે છે.”