સીમા પર ગોળીબાર : ૨ પાકિસ્તાની રેંજર્સ ઠાર, એક ભારતીય જવાન શહીદ

સીઝફાયર તોડતા ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ…

શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરની સરહદ પર ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી છે. પાકિસ્તાન દ્વારા મંગળવારે સુંદરબની, તંગધાર અને કેરન સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.
જેમાં સુંદરબની સેક્ટરમાં એક ભારતીય જવાને શહીદી વ્હોરી હતી. જેની સામે ભારતે જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની સેનાના બે સૈનિકોને ઠાર માર્યા હતા.
પાકિસ્તાની સેનાએ સરહદ પર ભારતીય સેનાની ચોકીઓની સાથે સાથે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતા. અને ગોળીબારની સાથે મોર્ટારમોર પણ કર્યો હતો. આ પહેલા સોમવારે પાકિસ્તાનના ગોળીબારમાં એક ૧૨ દિવસના નવજાતે જિંદગી ગુમાવી હતી.
ઉલટા ચોર કોટવાલ કો ડાંટેની નીતિ મુજબ પાકિસ્તાને ભારત પર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન દ્વારા ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતને આ મુદ્દે સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતુ.