સીઆરપીએફના જવાનોને પબજી ગેમની લત લાગી…!!

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ બળના જવાનો (ઝ્રઇઁહ્લ)ને હિંસક મોબાઇલ ગેમ ેઁંમ્ય્ની લત લાગી રહી છે. આ વાત સીઆરપીએફના આંતરિક સર્વેમાં ખબર પડી છે. આ સંબંધમાં સીઆરપીએફ એ પોતાના કમાંડિંગ ઓફિસરોને નિર્દેશ આપ્યો છે કે તેઓ જવાનોના ેઁંમ્ય્ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દે.
અર્ધસૈનિક બળના દિલ્હી હેડક્વાર્ટરમાં તૈનાત સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ કÌšં કે આ ‘લત’થી જવાનોની ઓપરેશનલ ક્ષમતા પર ‘અસર’ થઇ છે.
એક મીડિયા રિપોર્ટસ પ્રમાણે અધિકારીએ કÌšં કે કેટલાંય જવાન આ લતથી પોતાના સાથી જવાનોને મળવાનું પણ ઓછું કરી દીધું. શારીરિક ગતિવિધિઓ ઘટતા જવાનોની ઊંઘ પૂરી થઇ રહી નથી.
દેશમાં જ્યારે આ હિંસક ગેમ ેઁંમ્ય્ – પ્લેયર અનોન બેટલગ્રાઉન્ડ એક મુદ્દો બની ગયો છે. એવા પણ સમાચાર આવે છે કે આ ગેમની લતથી કિશોર અને બાળકો પર બહુ ખરાબ અસર પડી રહી છે. આ સંબંધમાં બિહારના સીઆરપીએફ યુનિટ માટે એક સર્કુલર જાહેર કરાયું છે.
૬મેના રોજ રજૂ કરાયેલ સર્કુલરના મતે એ જાવા મળ્યું છે કે સીઆરપીએફના યુવાન જવાન આ હિંસક ગેમ ેઁંમ્ય્ એપથી આદિ થઇ ગયા છે. આ ગેમની લતના લીધે જવાનોની ઓપરેશનલ ક્ષમતા પર અસર પડતા તેઓ આક્રમક થઇ રહ્યા છે સાથો સાથ તેમના એટિટ્યુડ સંબંધિત સમસ્યાઓ જાવા મળી રહી છે.