સિસોદિયાએ અમદાવાદમાં આપનો રોડ-શો યોજી શક્તિપ્રદર્શન કર્યું…

14

કેન્દ્રે આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી સ્વીકારવી જોઈએ : સિસોદિયા

અમદાવાદ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ શનિવારે અમદાવાદમાં સ્થાનિક ચૂંટણી માટે પક્ષનું શક્તિપ્રદર્શન કરવા રેલીનું નેતૃત્વ કર્યું હતું. દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના મામલે સિસોદિયાએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોની માગણીઓને સ્વીકારવી જોઈએ. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપે કેટલાક કોર્પોરેટ્‌સને લાભ કરાવવાના હેતુથી આ કાયદાઓ ઘડ્યા છે જેમાં ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીએ રોજ શો યોજ્યો હતો.
દેશમાં શનિવારે ખેડૂતોએ ચક્કાજામનું આયોજન કર્યું ત્યારે મનિષ સિસોદિયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ જણાવ્યું કે, દિલ્હીમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે તેમનું દર્દ સરકારે સમજવું જોઈએ. કૃષિ કાયદાના મામલે ગુજરાતના કેટલાક ખેડૂરો પણ દિલ્હીમાં વિરોધ નોંધાવવા ગયા હતા.
શા માટે ખેડૂતોના હિતોને કોરાણે મુકીને ભાજપ ગણ્યાગાંઠ્યા કોર્પોરેટ્‌સને લાભ કરાવવા માટે કાયદો લાવ્યું તે સૌથી મહત્વનો મુદ્દો છે. જો ખેડૂતોના હિતમાં કાયદાઓ હોય તેવું ભાજપ માને છે તો શા માટે તેઓ ખેડૂતોની માગણીઓને સ્વીકારતા નથી. ખેડૂતોની માગણીઓના સરકારે સ્વીકારવી જોઈએ તેમ મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું.
શું આમ આદમી ખેડૂતોનું સમર્થન કરે છે તેવું પૂછતાં સિસોદિયાએ જણાવ્યું કે, તેમની સરકાર તમામ કાયદાકીય પ્રવૃતિનું સમર્થન કરે છે. વિપક્ષ તરીકે કોંગ્રેસે પોતાની શાખ ગુમાવી હોવાથી આમ આદમી પાર્ટી પ્રજા માટે ભાજનો બીજો વિકલ્પ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ભાજપની સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૫ વર્ષ સુધી સત્તા પર રહી છતાં તે સારું આરોગ્ય માળખું અથવા શિક્ષણ માળખું આપી શકી નથી. ભાજપ પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.