સાસરિયામાં પત્ની પર થતા અત્યાચાર માટે પતિ જ જવાબદાર : સુપ્રિમ કોર્ટ

16
પત્નિ પર અત્યાચાર ગુજારનારા પતિના આગોતરા જામીન સુપ્રિમે ફગાવ્યા…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન કહ્યુ કે જો સાસરિયામાં પત્નીને કોઈએ પણ મારી તો તેના માટે પતિ જ જવાબદાર હશે. ભલે મહિલાને કોઈ અન્ય સંબંધીઓ ઈજા કેમ ન પહોંચાડી હોય પરંતુ તેનો જવાબદાર પતિ જ હશે. પોતાની પત્નીની મારપીટ કરનાર આરોપીએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં સોમવારે(૮ માર્ચ) સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને પત્નીની મારપીટ કરનાર આરોપીને ધરપકડ પહેલા જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ, જો સાસરિયામાં મહિલાની મારપીટ થાય કે તેને કોઈ ઈજા થાય તો મુખ્ય રીતે પહેલા જવાબદાર વ્યક્તિ મહિલાનો પતિ હશે. સુપ્રીમ કોર્ટે જે વ્યક્તિની અરજી પર સુનાવણી કરી હતી, આ તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા લગ્ન હતા.
લગ્ન બાદ વર્ષ ૨૦૧૮માં બંને કપલને એક બાળક થયુ. તેમના લગ્ન વર્ષ ૨૦૧૭માં થયા હતા. જૂન ૨૦૨૦માં મહિલાએ લુધિયાણા પોલિસમાં પતિ અને સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દહેજની માંગ પૂરી ન કરવાના કારણે પતિ, સાસુ અને સસરાએ બહુ ખરાબ રીતે મારપીટ કરી હતી.
જ્યારે આરોપી પતિના વકીલ કુશાગ્ર મહાજન આગોતરા જામીન માટે પોતાની દલીલ આપી રહ્યા હતા તો સીજેઆઈ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ, ’તુ કયા પ્રકારના માણસ છે? (આરોપી પતિ)તેણે (પત્ની) આરોપ લગાવ્યો છે કે તુ એનુ ગળુ દબાવીને હત્યા કરવાનો હતો. તેણે આરોપ લગાવ્યો કે તે ગર્ભપાત માટે મજબૂર કરી. તુ પોતાની પત્નીને મારવા માટે ક્રિકેટના બેટનો ઉપયોગ કરતો હતો, કયા પ્રકારનો માણસ છે તુ.