સામરખા કુમાર શાળામાં બાળમેળો યોજવામાં આવ્યો

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર અને ડાયટની પ્રેરણાથી સામરખા કુમાર શાળામાં બાળમેળાની આનંદદાઇ ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સમયપત્રક મુજબ પ્રાર્થના કાર્યક્રમથી શરૂઆત કરી હતી.

કાર્યક્રમમાં શાળા સ્ટાફે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કરીયા હતા…

બાળમેળામાં બાળકોએ ચિત્રકામ, માટીના રમકડાં બનાવા, મહેદી કાર્યક્રમ, ગેસના બોટલના ઉપયોગ અંગે સ્વરક્ષણ અંગે નું માર્ગદર્શન, સ્વચ્છતા અંગે નું માર્ગદર્શન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન થયું હતું. કાર્યક્રમમાં શાળા સ્ટાફે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કરીયા હતા. બાળમેળામાં તમામ બાળકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.