સાબરમતી આશ્રમથી ૧૨ માર્ચના રોજ નીકળનારી દાંડી યાત્રા આણંદ જિલ્લામાંથી પસાર થશે…

40
પૂજ્ય મહાત્મા ગાંધી બાપૂ ની દાંડી યાત્રાના મૂળ રૂટ મુજબ જ દાંડી યાત્રીઓ ચાલશે…
આણંદ જિલ્લા તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ…

આણંદ : તા.૧૨ માર્ચ-૨૦૨૧ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળનારી દાંડીયાત્રા આણંદ જિલ્લામાં પ્રવેશ કરશે અને પૂજ્ય મહાત્મા ગાંધી બાપૂની ૧૯૩૦માં નીકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા આણંદ જિલ્લામાંથી પસાર થશે.

જેમાં બોરીઆવી, આણંદ, કંકાપુરા, રાસ, અને બોરસદ નગરોમાંથી અગાઉની જેમજ પસાર થશે અને રસ્તાઓમાં આવતા ગામોના ગ્રામજનો ઉત્સાહભેર સ્વાગત કરશે.

આણંદ જિલ્લામાં આ યાત્રાના આયોજનને  સુચારુરૂપે મૂળ રૂટ મુજબ જ પસાર થાય અને રાત્રી રોકાણ તથા અન્ય આનુંસાંગીક વ્યવસ્થાઓ માટે કલેકટરશ્રી આર.જી.ગોહીલના અધ્યક્ષપણા હેઠળ જુદા જુદા અધિકારીઓને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.

કલેકટરશ્રી આર.જી.ગોહીલે મામલતદારશ્રી બોરસદ, પ્રાંત અધિકારીશ્રીઓની ટીમ સાથે બોરસદના મહીકાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી અને દાંડીયાત્રાના મૂળ માર્ગની પણ મુલાકાત લીધી હતી.  જ્યાથી દાંડી યાત્રા પસાર થવાની છે.