સાચ્ચા હીરોઝની બાયો-ફિલ્મો બનવી જોઇએ : સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઈ,
કારગિલ વૉરના શહીદ મેજર વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મ કરી રહેલા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે દેશમાં જે ખરા હીરોઝ છે તેમની બાયો-ફિલ્મ બનવી જોઇએે. ગમે તેની બાયો-ફિલ્મ બનાવવાનો કોઇ અર્થ રહેતો નથી.
આજકાલ બોલિવૂડમાં દેશભક્તિનો જુવાળ આવ્યો છે. પરંતુ સિદ્ધાર્થ એની સાથે સંમત નથી. એ કહે છે કે સીમાડા સાચવતા કે આતંકવાદ સામે લડતાં શહીદ થયાં હોય એવા સાચુકલા હીરોઝની બાયો-ફિલ્મ બનવી જોઇએ. ગમે તેની બાયો-ફિલ્મો બનાવવાનો શો અર્થ છે ?

સિદ્ધાર્થ પોતે પણ એક લશ્કરી પિતાનો પુત્ર છે. એણે કહ્યું કે હું આવી દેશભક્તિની ફોર્મ્યુલામાં માનતો નથી. મારા વિચારો અલગ છે. હું એમ માનું છું કે સાચ્ચા વીરોની બાયોફિલ્મો બને એ સાર્થક ગણાય. બાકી બાયો-ફિલ્મોનો કશો અર્થ નથી.

પોતાની આગામી ફિલ્મ શેરશાહ વિશે બોલતાં એણે કહ્યું કે આ ફિલ્મમાં લશ્કર નથી, ભારત પાકિસ્તાન વચ્ચેન વૈમનસ્યની વાત પણ નથી અને છતાં એક પ્રેરણાત્મક વાર્તા આ ફિલ્મમાં છે. અલબત્ત, મેજર વિક્રમ બાત્રાએ દેશ માટે જાન કૂરબાન કર્યો એ વાત નકારી શકાય નહીં. પરંતુ એક વ્યક્તિ તરીકે પણ એ દિલચસ્પ આદમી છે. અમે એ પાસું પણ ફિલ્મમાં રજૂ કરી રહ્યાં છીએ.