સાઉદી પર ભારતની અસર, જેલમાં બંધ 850 ભારતીયોને રમઝાન પહેલા છોડી દીધા: PM મોદી

લોકસભા ચૂંટણી 2019ના પાંચમં ચરણના મતદાનમાં એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ છઠ્ઠાં ચરણનના મતદાતાઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. કારપેટ નગરી ભદોહીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરાઇમાં BJPની વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કરતા દાવો કર્યો હતો કે તેમના કહેવા પર સાઉદી અરબે જેલમાં બંધ 850 ભારતીયોને છોડી મૂક્યાં છે.

વડાપ્રધાન મોદીએ રવિવારે આયોજિત આ સભામાં કહ્યું હતું કે સાઉદીના રાજકુમાર જ્યારે ભારત આવ્યાં તો અહીંના લોકોથી પ્રભાવિત થયા હતા અને ભારતના 850 કેદીઓને રમઝાન પહેલો છોડી મૂક્યાં હતા. PM મોદીએ સાથે કહ્યું હતું કે, બે-ત્રણ દિવસ પહેલા જ તમે જોયું કે દુનિયાની સૌથી મોટી સંસ્થાએ ભારતમાં સેંકડો લોકોના જીવ લેનાર ગુનેગાર મસૂદ અઝહને વૈશ્ચિક આતંકવાદી જાહેર કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા પાકિસ્તાન મસૂદ અજહરને દાવત ખવડાવી રહ્યું હતું. હવે પાકિસ્તાન જ મસૂદ અઝહર પર કાર્યવાહી કરવા મજબુર બન્યું છે. PM મોદીએ અહીં મુસ્લિમ વોટર્સને સાધતાં કહ્યું કે, આજે અહીંથી હું મુસ્લિમ બહેનોને કહેવા માગું છું કે આજે દુનિયાના મુસ્લિમ દેશોમાં પણ તીન તલાકની પ્રથા નથી. આપણે પણ દેશની મુસ્લિમ મહિલાઓને એ અધિકાર આપવા માગીએ છે જે દુનિયાના મુસ્લિમ દેશોએ આપ્યો છે.