સાંભળીને નવાઈ લાગશે, આ વ્યક્તિ ત્રણ ટાઈમ ભોજનમાં આગ જમે છે

લોકો આગનું નામ સાંભળે એટલે તો અફરા તફરીનો માહોલ સર્જાય જાય અને જો કોઈ પણ જગ્યા પર આગ લાગે તો લોકો આગની નજીક રહેવાને બદલે દૂર ભાગવા લાગે અને જો ભૂલે ચૂકે કોઈ પણ વ્યક્તિ જરા પણ દાજી જાય તો તે અવનવા પેતરાઓ અજમાવે આગની બળતરાથી બચવા માટે પરંતુ આજે અમે એક વ્યક્તિની વાત કરવાના છીએ કે, એ વ્યક્તિને આગથી બળવાનો જરા પણ ડર નથી, આપણે ત્રણ ટાઈમ જમવામાં રોટલી અને શાકનું ભોજન કરીએ છીએ પરંતુ અમે જે વ્યક્તિની વાત કરવાના છીએ તે વ્યક્તિ ત્રણ ટાઈમ આગનું ભોજન કરે છે.

ભરૂચના શેરપુરા ગામના રહેવાસી મુસા ઈબ્રાહીમ ધોબી નામના વ્યક્તિને આગથી ડર નથી લાગતો પણ તેને આગની ભૂખ લાગે છે. મુસા ઈબ્રાહીમ જ્યારે જમવા બેસે ત્યારે તેને દાળ, ભાત, શાક, રોટલી ન જોઈએ, કારણ કે, આવું ભોજન નથી કરતા. મુસા ઈબ્રાહીમ જમવામાં 3થી 4 માચીસના બોક્સ લઇને એક એક બોક્સમાંથી 5થી 10 દીવાસળીઓ સળગાવીને મોમાં મૂકીને આગનું ભોજન કરે છે. મુસા ઈબ્રાહીમ પર આગનો તો કોઈ અસર નથી થતો પણ તેને કોઈ પણ પ્રકારની દવા કે, ઝેરની પણ અસર નથી થતી. આવુ મુસા ઈબ્રાહીમની સાથે રહેનારા લોકો કહી રહ્યા છે.

મુસા ઈબ્રાહીમે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તમે જે રીતે જમવાનું લો છો તેવી રીતે મને ભૂખ લાગે તો હું 3થી 4 બોક્સ દીવાસળી સળગાવીને મોમાં મુકું છું. એનાથી મને સંતોષ મળે છે અને આગની મને કોઈ આડઅસર થતી નથી. હું દિવસમાં 10થી 15 લીંબુ ખાવ છુ અને એ ખાવાથી મને સંતોષ થાય છે. પહેલા હું એક દીવાસળી લેતો હતો અને આજે હું 30થી 35 દીવાસળી એક સાથે લઉં છું, છતાં પણ મને કોઈ તકલીફ નથી અને મોઢામાં કોઈ ઇન્જરી થતી નથી.