સલમાન ખાનની ‘દબંગ ૩’માં ફરી ડિમ્પલ કાપડીયા માતાની ભૂમિકામાં…

મુંબઈ,
ડિમ્પલ કાપડીયા પોતાની કારકિર્દી ફરી શરૂ કરી રહી છે. હાલમાં જ સમાચારા હતા કે તેણે હોલીવૂડની એક ફિલ્મ સાઇન કરી છે. હવે જાણવા મળેલ પ્રમાણે તે સલમાન ખાનની ’દબંગ ૩’માં પણ કામ કરવાની છે.
’’ડિમ્પલ સલમાનની ’દબંગ ૩’માં સલમાનની માતાના પાત્રમાં જોવા મળશે. આ પાત્રનું અવસાન પહેલા જ ભાગમાં થઇ ગયેલું દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં ચુલબુલ પાંડે અતીતમાં જતો દેખાડવામાં આવશે તેથી ડિમ્પલની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ છે. તે ફરી એક વખત સલમાનની માતાની ભૂમિકામાં જોવા મળશે’’ તેમ સૂત્રે જણાવ્યું હતું.
સલમાન હાલ કેટરિના સાથે પોતાની આવનારી ફિલ્મ ’ભારત’માં વ્યસ્ત છે. જો કે તેણે ’દબંગ ૩’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.