સલમાને એકસાથે ખરીદી 4 લક્ઝરી કાર, એક પોતાના માટે એક કેટરીના માટે અને બે..

બોલિવુડમાં જે સેલિબ્રિટી સલમાન ખાનની નજીક હોય છે, તેને મોંઘી ગિફ્ટ્સ મળવી એ સામાન્ય વાત છે. સલમાન ખાન પોતાના દરેક મિત્ર અને સંબંધીઓને શાનદાર ગિફ્ટ્સ આપવા માટે જાણીતો છે. કેટરીના પણ સલમાન ખાનની ખૂબ જ નજીક છે. સલમાન ખાનના કહેવાથી કેટરીના, ફિલ્મ ‘ભારત’માં કામ કરવા માટે ઝડપથી તૈયાર થઈ ગઈ હતી.

એટલું જ નહીં સલમાન ખાનની ફિલ્મ માટે કેટરીનાએ વરૂણ ધવનની ડાન્સ ફિલ્મ ‘એબીસીડી 3’ પણ છોડી દીધી. કેટરીના કરતા પહેલા આ ફિલ્મ પ્રિયંકા ચોપરા પાસે હતી. પ્રિયંકાએ અચાનક ફિલ્મ છોડી દીધી. એવામાં સલમાને કેટરીનાને અપ્રોચ કરી અને તે ભારતની નવી હીરોઈન બની ગઈ.

હવે સલમાન પણ કેટરીનાનો એક ખાસરીતે આભાર વ્યક્ત કરવા માંગે છે. મળતી માહિતી અનુસાર, હાલમાં જ સલમાન ખાને એકસાથે 4 લક્ઝરી રેન્જ રોવર કાર ખરીદી છે. આ ચારેય કારોની કિંમત 50-50 લાખ રૂપિયા છે. એક કાર તેણે પોતાના માટે ખરીદી છે.