સની લિયોની આવી જાય તો પણ કોંગ્રેસની આંધીને રોકી નહીં શકે: કોંગ્રેસ નેતા

લોકસભા ચૂંટણીમાં વિવિધ પાર્ટીઓના નેતાઓના વિવાદીત નિવેદનો સામે આવ્યાં છે ત્યારે હાલમાં જ હોશિયારપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર ચબ્બેવાલે BJP પર નિશાન તાકતાં કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકાર ફેલ થઇ ચૂકી છે. તેઓ પંજાબની ત્રણ બેઠકો માટે ઉમેદવાર શોધી શક્યા નથી. તેમને ગુરદાસપુર બેઠક પરથી સની દેઓલને મેદાનમાં ઉતાર્યા છે. BJP ઇચ્છે તો સની દેઓલને મેદાનમાં ઉતારે કે સની લિયોનને ઉતારે, કોઇ પણ આ આંધી સામે ટકી નહીં શકે.

ઉલ્લેખનીય છે કે સની દેઓલે સોમવરા પંજાબની ગુરદાસપુર બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની સાવકી મા હેમા માલિની પણ મથુરા બેઠક પરથી BJP ની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.

ગુરદાસપુર બેઠક 2014માં દિવંગત અભિનેતા વિનોદ ખન્ના સાંસદ બન્યાં હતા. તેમના નિધન બાદ થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડે BJPના શ્રવણ સલારિયાને 1.93 લાખ મતોએ હાર આપી હતી. આ બેઠક પરથી વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્નાએ પણ દાવેદારી નોંધાવી હતી પરંતુ BJP એ સની દેઓલ પર વિશ્વાસ દર્શાવી તેમને ઉમેદવાર બનાવ્યાં હતા. કોંગ્રેસ તરફથી આ વખતે ફરી ગુરદાસપુર બેઠક પર સુનીલ જાખડને ટિકિટ આપવામાં આવી છે.