સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ અત્યંત આવશ્યકઃ ફ્રાન્સ

ફ્રાન્સે ભારત સહિત અમુક દેશોને સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર)નું કાયમી સભ્યપદ આપવાની વકીલાત કરી છે. ફ્રાન્સે  કે ભારત, જર્મની, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોને આનુષંગિક વાસ્તવિકતાઓને વધારે સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે ેંદ્ગજીઝ્રમાં કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની અત્યંત આવશ્યક્તા છે.
સંયુક્ત રાષ્ટમાં ફ્રાન્સના રાજદૂત ફ્રાન્કોઇસ ડેલાતરેએ  કે સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદમાં આ મુખ્ય સભ્યોને સામેલ કરવા ફ્રાન્સની રણનીતિક પ્રાથમિકતાઓમાં સામેલ છે. ફ્રાન્કોઇસે સંયુક્ત રાષ્ટ માં જર્મનીના રાજદૂત ક્રિસ્ટોફ સગન સાથે વાર્તાલાપ દરમિયાન આ વાત કહી.
તેમણે એ વાત પર ભાર મૂક્્યો કે ફ્રાન્સ માને છે કે જર્મની, જાપાન, ભારત, બ્રાઝિલ અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાનું યોગ્ય પ્રતિનિધિત્વ સુરક્ષા પરિષદમાં નિષ્પક્ષ પ્રતિનિધિત્વ માટે અત્યંત આવશ્યક છે.