સંપૂર્ણ માહોલ NDAના પક્ષમાં, કોંગ્રેસને નથી મળી રહ્યા બોલી લગાવનારાઃ સટ્ટા બજાર

રાજકીય પરિણામો પર દાવ લગાવવા માટે કુખ્યાત આગરાના સટ્ટા બજારમાં લોકસભા ચૂંટણીના સાત ચરણોને લઈને ગરમાટો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, હાર-જીત અને સીટોના અંતરને લઈને ખૂબ જ મોટા-મોટા દાવો લગાવવામાં આવ્યા છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, હાલ સંપૂર્ણરીતે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના પક્ષમાં માહોલ છે. કોંગ્રેસને બોલી લગાવવાવાળા નથી મળી રહ્યા. સટ્ટાબાજોની નજરમાં ઉત્તર પ્રદેશમાં SP-BSP ગઠબંધન પણ મજબૂત છે અને તેના પર સારા એવા પૈસા લગાવવામાં આવ્યા છે.

સટ્ટા બજારમાં પૈસા લગાવનારા થોડા વધુ સતર્ક અને સાવધાની રાખી રહ્યા છે. પરંતુ, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીને લઈને નકારાત્મક ટ્રેન્ડ છે. જોકે હાલ પોલીસ સટ્ટાખોરો વિરુદ્ધ વધુ કડક વલણ અપનાવી રહી છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

લાગી રહ્યું છે કે, ગુરુવારે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોથી સટ્ટ બજારને મોટા બુસ્ટ મળ્યો છે અને ઘણા સટોડિયાઓએ ઉત્તર પ્રદેશમાં BJP માટે બહુમત સીટોનો દાવો કર્યો છે. અનૌપચારિક, બ્લેક મની આધારિત સટ્ટાબાજીના રેકેટ ખૂબ જ સક્રિય રહ્યા છે. સટોડિયાઓનું કહેવું છે કે, હાલ મોદીના સિતારા બુલંદ છે. તે સરળતાથી સત્તામાં પાછા આવી રહ્યા છે, જોકે, સીટો 2014ની સરખામણીમાં ઓછી હશે.