શ્રુતિના બોયફ્રેન્ડે ઈમોશનલ પોસ્ટ લખીને કર્યું બ્રેકઅપ

અભિનેત્રી શ્રુતિ હસન હાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. શ્રુતિને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેના ઈટાલિયન બોયફ્રેન્ડ માઈકલ કાર્લોસ સાથે તેનો સંબંધ તૂટી ગયો છે. માઈકલે પોતે ઈમોશનલ પોસ્ટ લખી શ્રુતિની સાથે બ્રેકએપ થવાની વાતનો સ્વીકાર કર્યો છે. જ્યારે માઈકલ અને શ્રુતિને લઈને છેલ્લાં ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે તે બંને ખૂબ જ જલદી લગ્નના બંધનમાં બંધાવાના છે.

માઈકલ કાર્લોસે એક ટ્વિટમાં લખ્યું- ભગવાનને કદાચ સ્વીકાર્ય નહોતું, આથી આપણે અલગ થવું પડી રહ્યું છે. પરંતુ આ યંગ લેડી હંમેશાં મારી સારી મિત્ર રહેશે. માઈકલના આ પોસ્ટથી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, તે બંનેએ બ્રેકઅપ બાદ સારા મિત્ર બનીને રહેવાનો નિર્ણય લીધો છે. જોકે, લગ્નના સમાચાર બાદ અચાનક બ્રેકઅપથી ફેન્સ હેરાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે બંનેએ એકબીજાની સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, હજુ સુધી તે બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું નથી.

માઈકલની પોસ્ટ પર શ્રુતિ હસનની બેસ્ટ ફ્રેડ સત્યાલક્ષ્મીએ પણ કમેન્ટ કરી છે. જણાવી દઈએ કે, માઈકલ અને શ્રુતિ છેલ્લાં 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શ્રુતિ અને માઈકલની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા લંડનમાં થઈ હતી. કરિયરની વાત કરીએ તો માઈકલ થિયેટર આર્ટિસ્ટ છે. તે લંડન બેઝ્ડ થિયેટર ગ્રુપ ડીપ ડાઈવિંગ મેન સાથે સંકળાયેલો છે.